મારૂતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એક ડિઝાઇન સંસ્થા તરીકે ચોક્કસ ધ્યેય અને દ્રષ્ટિ સાથે આગળ વધે છે.

        અમારું એક મિશન છે કે સમાજમાં યોગ્ય માન્યતા પ્રાપ્ત કરવા માટે ડિઝાઇનને વ્યવસાય તરીકે ઉપયોગ કરી વિદ્યાર્થીઓ યોગ્ય પગાર મેળવી શકે. આ મિશનને પરિપૂર્ણ કરવા અમે અમારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ સારી સેવાઓ અને પ્લેટફોર્મ પુરું પાડી અમે અમારી વિવિધ પ્રકારની ક્ષમતા અને કુશળતા દ્વારા અમારા વિદ્યાર્થીઓને સગવડ પુરી પાડીએ છીએ.

     અમારી પાસે અલગ કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ છે. જ્યાં અમે તેમનું મૂલ્યાંકન કરીએ છીએ, અમે સંભવિત વિદ્યાર્થીની ક્ષમતા શોધી કાઢીએ છીએ, કે તે જે ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તે તેના ભવિષ્ય માટે બરાબર છે કે નહિ. અમે ડિઝાઇનના ક્ષેત્રમાં યોગ્ય કારકિર્દી બનાવવા સૂચન કરીએ છીએ કે કયો કોર્ષ તેમના માટે યોગ્ય છે. અમારા આવા વિભાગ દ્રારા વિદ્યાર્થીઓને સમય સમય પર પ્રગતિ કરવા પ્રોત્સાહન પુરુ પાડે છે. અમે અમારા વિદ્યાર્થીની પ્રગતિ વિશે અમારા ફેકલ્ટી સાથે ચર્ચા કરીએ છીએ. જો જરૂરી જણાય તો અમે વિદ્યાર્થી તેમજ તેના માતા-પિતા સાથે પણ ડીસકસ કરીએ છીએ, તેમની મુશ્કેલીઓને સમજવા, મુશ્કેલીઓને ઉકેલવા, પ્રયત્ન કરીએ છીએ અને તેમને પ્રોત્સાહન આપીએ છીએ.

        અમે અમારા વિદ્યાર્થીઓ માટે ક્ષમતા અને કૌશલ્ય સુધારવા માટે શૈક્ષણિક અને પ્રેરક સેમિનારને સમય ફાળવીએ છીએ. બદલાતા સમય અને તકનીકની સાથે અમે તેમની કુશળતા અને જ્ઞાન સુધારવા માટે અમારા ફેકલ્ટીની પણ સંભાળ લઈએ છીએ. આ ચોક્કસ હેતુ માટે, અમે અમારા શિક્ષકોને શિક્ષિત કરવાની વ્યવસ્થા કરીએ છીએ.

     અમે અમારા વિદ્યાર્થીઓને બજારની સ્થિતિ વિશે માહિતગાર કરીએ છીએ. અમે તેમને શિક્ષિત કરીએ છીએ કે કેવી રીતે પોતાની જાતને વ્યાવસાયિક બજારમાં પ્રસ્તુત કરવી અને અમે તેમની કુશળતા અને ક્ષમતા વિકસાવવા માટે પ્રેકટીકલ તાલીમ આપીએ છીએ. અમે ખાતરી આપીએ છીએ કે કોર્ષ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીએ જે પ્રોફેશનલ ડિઝાઇનિંગ કોર્ષ પસંદ કર્યો છે, તેમાં તે વિદ્યાર્થી સંપૂર્ણ પણે ડિઝાઇનર થઇ જવો જોઈએ.

     અમે અમારા વિદ્યાર્થીને 100% અભ્યાસક્રમ શીખવવા માટે લેખીતમાં ગેરંટી આપીએ છીએ. અમારી અન્ય વિશેષતા એ છે કે બેચ સિસ્ટમમાં નહીં પણ દરેક વિદ્યાર્થી ને વ્યક્તિગત રીતે શીખવીએ છીએ જેથી અમે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને યોગ્ય રીતે દરેક સ્ટેપ તેમને શીખવી શકીએ.

        અમારી સંસ્થાની એક અન્ય વિશેષતા એ છે કે, કોર્ષ પૂર્ણ થઈ ગયા પછીના સમયગાળામાં જો વિદ્યાર્થી માર્કેટમાં ડિઝાઇન બનાવવા માટે સક્ષમ નથી તો અમે કોઈપણ વધારાની ફી વગર તેને ફરી તૈયાર કરીએ છીએ.

     અમે અમારા વિદ્યાર્થીને લાઈફ ટાઇમ સપોર્ટ પુરો પાડીએ છીએ અને અમારા ઘણા કોર્ષમાં ૧૦૦% નોકરીની ગેરંટી લેખિતમાં આપીએ છીએ. સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, જો વિદ્યાર્થી તેની કારકિર્દીમાં કોઈપણ મુશ્કેલીનો સામનો કરે, તો વિદ્યાર્થી અમારી પાસે આવી શકે છે, અમે વિદ્યાર્થીની મુશ્કેલીઓને હલ કરીએ છીએ. અમે અમારા વિદ્યાર્થીઓના સુધારણા માટે પગલાં લેવા માટે હંમેશા તૈયાર રહીએ છીએ.

હોસ્ટેલની સુવિધા

       ગામ, શહેર, રાજય એટલે કે  દુરથી આવતા વિદ્યાર્થીઓ માટે મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન દ્વારા હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.

 

વિદ્યાર્થી તાલીમ

1100

જોબ પ્લેસમેન્ટ

800

કોર્ષ

20

નોકરીની ગેરંટી લેખિતમાં

100