જેકાર્ડ ડીઝાઇન
 

જેકાર્ડ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૫૦૦૦ થી ૧૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે

જેકાર્ડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસકુર્તી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટનું તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદાનું ફેબ્રિકસ સર્જન કરવાની જેકાર્ડ ની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

જેકાર્ડ ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે.

જેકાર્ડ શું છે અને કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા ?

જેકાર્ડ એટલે ડીઝાઇન વાળું કાપડ બનાવવાનું મશીન. સદીઓથી આપણે ડીઝાઇન વાળું કાપડ બનાવતા આવ્યા છીએ. પહેલાના સમયમાં હાથ વણાટકામ થતું અને ત્યારથી અત્યાર સુધી કાપડ મિકેનિકલ જેકાર્ડ મશીનમાં બનાવતા હતા અને હજી પણ બનાવીએ છીએ. મિકેનિકલ જેકાર્ડમાં પ્રોડક્શન ઓછુ તેમજ ડીઝાઇન કોસ્ટ વધારે આવે છે, સાથે સાથે ડીઝાઇન બદલવામાં પણ ઘણો સમય વેસ્ટ થાય છે, તેને કારણે લોકોએ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ ટેકનોલોજી અપનાવી. પાર્ટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે ડીઝાઇનમાં ફેરફાર કરી શકાય તેમજ પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પુરી કરી શકાય છે. આજે આપણી સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદાના ફેબ્રીક્સ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડમાં બનાવવામાં આવે છે, તેમજ સાડીના લેસ બનાવવા માટે સ્પેશિયલ નીડલ જેકાર્ડ, મહારાણી જેકાર્ડ ની ટેકનોલોજી અપનાવેલી છે, તો જાણીયે જેકાર્ડ ડીઝાઇન શું છે...?

જેકાર્ડ ડિઝાઈન એટલે યાર્ન માંથી ડીઝાઇન વાળું કાપડ બનાવવાની અદભુત કળા કે જે કાપડનું સર્જન કરે છે, કાપડ બનાવવામાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.

તમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એ દરેક ગારમેન્ટનું ફેબ્રિકસ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડમાં બનાવવામાં આવે છે, જેકાર્ડ મશીનમાં પહેલા ફેબ્રિકસ બને છે પછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. ફેબ્રીક્સ બનાવવા માટે પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને ફેબ્રિકસ બનતું હોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફેબ્રિકસનું ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ઝડપી આવે છે, એટલા માટે આજના સમયમાં જેકાર્ડ ફેબ્રિકસ સો એ સો ટકા જેકાર્ડ મશીનમાં જ બનાવવામાં આવે છે.

સ્માર્ટ અને વ્હાઈટ કોલર જોબ...

        જેકાર્ડ ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલર વાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.


જેકાર્ડ ડીઝાઇનમાં નોકરી તરત  મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

જેકાર્ડ ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

જેકાર્ડ ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન રેપીયર જેકાર્ડના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે રહેતી હોય છે, અને રહેવાની જ.

કારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છેઆજના સમયમાંઆજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસેને દિવસે વધતો જાય છે.

મહીને કમાણી ૨૫૦૦૦ થી ૧૫૦૦૦૦ અને તેનાથી વધારે

જેકાર્ડ ડીઝાઇનમાં તમે મહિને ૨૫૦૦૦ થી ૧૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત ૪ મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતા લુલા, અર્ચના કોચર આ બધાય ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રુપિયા કમાય છે.

૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

        જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બીઝનેસ ડેવેલોપ કરી શકો છો.


જેકાર્ડ ડીઝાઇન કોણ શીખી શકે

        જેકાર્ડ ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા – છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમયની માંગ પ્રમાણે ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.


જેકાર્ડ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

જેકાર્ડ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

જેકાર્ડ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફુલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણ પૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામકાજ કરાવતા હોય છે.


જેકાર્ડ ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

                ૪ મહિના 

                દરરોજ ( ૨ કલાક )

              ૨ મહિના

                દરરોજ ( ૧૦ કલાક ઇન્ટર્નશીપ ) 

                     

જેકાર્ડ ડીઝાઇન કોર્ષ અભ્યાસક્રમ

         -  કીબોર્ડ-માઉસ પ્રેક્ટીસ

              -  બેઝીક નોલેજ ( ફેબ્રિકસ અને મશીન )

              -  સીમ્પલ લુમ અને જેકાર્ડ લુમ વર્ક નોલેજ

              -  સોફ્ટવેર ટુલ્સ ટ્રેનીંગ

              -  એડજસ્ટ સાઈઝ અને રીપીટ

              -  સેવ ફોરમેટ

              -  ડીઝાઇન એડીટીંગ

              -  લુમ એડિટર

              -  વીવ ક્રિએટર

              -  પ્રોડક્ટ ક્રિએટર

              -  ફાઈનલ પ્રોડક્ટ ઓફ ડિફરન્ટ

મશીનના પ્રકાર ( ઇલેક્ટ્રોનિક જેકાર્ડ, મિકેનીકલ જેકાર્ડ, નીડલ જેકાર્ડ, મહારાણી જેકાર્ડ )

આ પ્રકારના કોન્સેપ્ટ મશીનમાં બને છે ( સારી, શુટ, દુપટા, ચણીયા ચોલી કળી, લેસ, શેરવાની, પડદા, સોફા કવર, સીટ કવર, કાર્પેટ )

જેકાર્ડ ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે જેકાર્ડ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,

                         -    સ્કેચ ડીઝાઇનર

                    -     મેચિંગ માસ્ટર

                    -     ફેશન ડીઝાઇનર

                    -     મેન્યુફેકચરર્સ

                    -     હોલસેલર

                    -     રીટેઈલર

                     -     બ્રોકર

        એકવાર જેકાર્ડ ડીઝાઇનર બની ગયા પછી જેકાર્ડના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.

૧૦૦ % નોકરીની ગેરંટી

         સંસ્થા દ્રારા સ્ટુડન્ટનો કોર્ષ પૂરો થયા પછી સ્ટુડન્ટને ૧૦૦ % નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવે છેસંસ્થા નોકરીની ગેરંટી એટલા માટે આપે છેકારણ કે માર્કેટમાં જેકાર્ડ ડીઝાઇનરની ફુલ જરૂરીયાત છે.

લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.