જવેલરી કેડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર

જવેલરી કેડ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે

ડિઝાઇન કોર્ષ , સુરત ગુજરાત

જવેલરી કેડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર રીંગ, બેંગલ્સ, બ્રેસલેટ, નેકલેસ, પેંડન્ટ સેટ, મંગલસુત્ર, ઇઅરીંગ જેવા ડાયમંડ જવેલરીના દાગીનાની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

જવેલરી કેડ ડીઝાઇન કોઈપણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે.

જવેલરી ડીઝાઇન કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા

જવેલરી ડીઝાઇન કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી તરત જ ખ્યાલ આવી જાય છે કે દાગીનો કેવો બનશે, કેટલા ગ્રામ માં બનશે, કેટલા કેરેટ માં બનશે, કેટલા ડાયમંડની જરૂર પડશે, કઈ સાઈઝના ડાયમંડ ની જરૂર પડશે એટલે કે પૂરેપૂરું એસ્ટીમેન્ટ આવીજાય છે, તેમજ ડીઝાઇન બનતા ની સાથે જ આપણને લાગે કે લૂકમાં ફેરફાર કરવો છે, દાગીનો બનાવવાનું નક્કી કરેલ બજેટ કરતા વધારે બજેટ આવે છે તો તરત ને તરત ફેરફાર ( સુધારો) કરી શકાય છે,

કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ બહુંજ સારું આવે છે, ડીઝાઇનમાં તરત ને તરત ફેરફાર કરી શકાય છે, તેનાથી મેન્યુફેક્ચરીંગ કંપનીઓને ઓછા સમયમાં, ઓછી મહેનતમાં જોઈએ એટલું ઝડપી પ્રોડક્શન કાઢી શકાય છે. કોમ્પ્યુટરાઈઝ ડીઝાઇન બનાવવાથી દાગીના બનાવતા કારીગર ભાઈઓને દાગીના બનાવવામાં બહુજ ઓછો સમય લાગે છે એટલે કે સમય ની બહુજ બચત થાય છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

આ જ્વેલરી ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

જવેલરી ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

જ્વેલરી ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

જવેલરી ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ,ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. જવેલરી ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ જવેલરીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ જ્વેલરીની ડીમાન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનની ડીમાન્ડ વધે,ડીઝાઈનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે, રહેતી હોય છે, અને રહેવાની જ

કારણ કે જવેલરી ( ઘરેણાં ) નો શોખ સદીઓથી, રાજા-મહારાજા રજવાડા વખતથી ચાલ્યો આવે છે, તેમજ જવેલરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે, બનેલી જવેલરીને રિયુઝ માં લઇ શકાય છે, જવેલરીમાં બીજા ઘણા બેનીફીટ હોવાને કારણે પણ જવેલરીની અનલીમીટેડ ડીમાન્ડ વધતી જાય છે.

મહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે

જ્વેલરી ડીઝાઇનમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો અને તે સંપૂર્ણ પણે તમારા પણ ડીપેન્ડ હોય છે. ડીઝાઇનના કામની સાથે સાથે તમે દાગીના બનાવવાના ઓર્ડર લઇને મહિને હજારો લાખો રૂપિયા કમાઈ શકો છો, કારણકે ડીઝાઇન એ જવેલરીના પાયાની જરૂરિયાત છે, અને તમને તેનું પૂરે પૂરું નોલેજ હોય છે


૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.

જવેલરી ડીઝાઇન કોણ શીખી શકે

જવેલરી કેડ ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા હોવા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી.માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

જવેલરી ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

જવેલરી ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

જવેલરી ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમકામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબપણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમ માંડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેસ ના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણ પૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામકાજ કરાવતા હોય છે.

જવેલરી ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

        ૬ મહિના

         દરરોજ ૧ ( કલાક )

૧૦૦ % નોકરીની ગેરંટી

                સંસ્થા દ્વારા સ્ટુડન્ટનો કોર્ષ પૂરો થયા પછી સ્ટુડન્ટને ૧૦૦% નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, સંસ્થા નોકરીની ગેરંટી એટલા માટે આપે છે, કારણ કે માર્કેટમાં જવેલરી ડીઝાઇનરની ફૂલ ડીમાન્ડ છે.

લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની(સાથસહકાર) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.


મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન

મીની બજાર

21/22, M. D. ટાવર, Nr. પટેલ ખાદી ભંડાર, મીનીબજાર, વરાછા મેઈન રોડ, સુરત-395006

કતારગામ

214, બીજો માળ, રોયલ પ્લાઝા, અખાડ આનંદ કોલેજની સામે, વેદ રોડ, કટાર ગામ, સુરત-395008

+91 992 419 8100