મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન – આ નામ સુરત અને ખાસ કરીને ડિઝાઈન ક્ષેત્રમાં બહુ જ મોટું નામ છે. ગુજરાત રાજ્યના સુરત શહેરના વરાછા વિસ્તારમાં ૨૦૦૯ થી શરૂ કરાયેલી આ સંસ્થા આજે ચાર – ચાર શાખાઓ ધરાવતી એકમાત્ર સંસ્થા છે. મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં અલગ-અલગ ડિઝાઈનના વ્યવસાયિક કોર્ષ કરાવવામાં આવે છે. અમારો ધ્યેય આજની યુવા પેઢી માટેનો છે કે જે પોતાના મનગમતા ક્ષેત્રમાં આવીને પોતાના સપનાઓ પુરા કરવા માંગે છે. અમારા દ્વારા શીખવવામાં આવતી કોઇપણ ફિલ્ડની ડિઝાઇન તમને એક ઉચ્ચ, સન્માનીય અને ખુબ જ પૈસા કમાવી આપવામાં મદદરૂપ બને છે. અમારો ઉદ્ધેશ અમારા તમામ વિદ્યાર્થીઓની એક ઉચ્ચ કારકિર્દી બનાવવાનો છે. અમારી સંસ્થામાં શીખેલો કોઇપણ વિદ્યાર્થી ભવિષ્યમાં ખુબ જ આગળ વધે તે પ્રકારની તેને તાલીમ આપવામાં આવે છે. ડિઝાઇન શીખવા આવતા વિદ્યાર્થી અને તેના વાલી સાથે અમારી સંસ્થાના એક્સપર્ટ તે જે પણ ડિઝાઇન શીખવા માંગે છે તેના વિષે પુરતું જ્ઞાન, તે ફિલ્ડમાં કેટલો સ્કોપ છે અને આગળના સમયમાં તે જ ફિલ્ડમાં કેવી રીતે આગળ વધી શકાય તે તમામ બાબતો વિષે ઝીણામાં ઝીણી ચર્ચા કરી તેને સંપૂર્ણ માહિતગાર કરાય છે.

          જો શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો, હાલમાં ઘણા બધા એવા ડીગ્રી કોર્ષ છે જેમ કે, બી.કોમ, બી.એસ.સી., ડીપ્લોમા આ બધા કોર્ષ અત્યારે લોકો કરી પણ રહ્યા છે. પરંતુ આ તમામ ડીગ્રી કોર્ષની એક મર્યાદા છે, તેમાં આવકનો સોર્સ મર્યાદિત છે. પરંતુ અમારી સંસ્થા જે પણ કોર્ષ કરાવે છે તે ડિઝાઈન ફિલ્ડમાં આવકની કોઈ જ મર્યાદા નથી. અમે વિદ્યાર્થીઓમાં ડિઝાઇન ક્ષેત્રે વધારેમાં વધારે કૌશલ્ય પ્રદાન કરીએ છીએ. એકવાર આવું કૌશલ્ય આપનામાં નીખરી આવે તો આ ક્ષેત્ર તમને નામ, ખ્યાતિ અને ખુબ જ સારા એવા પ્રમાણમાં પૈસા અને સમાજની અંદર એક સન્માનીય સ્થાન આપે  છે.

          મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન – સુરતની તમામ સંસ્થા ડિઝાઇન ક્ષેત્રમાં ખુબ જ લાયક, ભરોસાપાત્ર અને અત્યંત આધુનિક રીતે કામ કરે છે. અમારી સંસ્થા પાસે ડિઝાઇન ફિલ્ડ વિશેનું  ક્રીએટીવ, વ્યવસાયિક અનુભવ અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધીનું જ્ઞાન ધરાવતો અનુભવ છે. અમારી સંસ્થાના તમામ ફેકલ્ટીઓ એવા જ હોય છે જે, તે ક્ષેત્રમાં વ્યવહારુ, અનુભવી, ખરેખર તે જ ફિલ્ડ વિષે વર્તમાન સમય સાથેનું જ્ઞાન ધરાવતા હોય. આ ફેકલ્ટી પસંદ કરવા પાછળનો હેતુ અમારી સંસ્થામાં અભ્યાસ અર્થે આવતા તમામ વિધાર્થીઓને સંપૂર્ણ, સચોટ અને તેના સપનાઓ પુરા કરવામાં મદદરૂપ બની શકે. અમારી સંસ્થાનો ધ્યેય માત્ર ને માત્ર ડિઝાઇન ફિલ્ડ છે.

          મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન – સુરતની તમામ સંસ્થાનો એક જ ઉદ્ધેશ છે કે, આજની યુવા પેઢીને ડિઝાઇન ફિલ્ડ વિષે અવેરનેસ  કરાવી  ડિઝાઇનની ઉચ્ચત્તમ તાલીમ આપી ઉચ્ચ કારકિર્દી બનાવવાનો અને માર્કેટને સારા ડિઝાઇનર આપવાનો છે.

હોસ્ટેલની સુવિધા

       ગામશહેરરાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થીઓ માટે મારુતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન દ્વારા હોસ્ટેલની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.

About us

વિદ્યાર્થી તાલીમ

1100

જોબ પ્લેસમેન્ટ

800

કોર્ષ

20

નોકરીની ગેરંટી લેખિતમાં

100